“બાલાજી હોરીઝોન વિમેન્સ હોસ્પિટલ” સાયન્સ સીટી દ્વારા આજ રોજ તારીખ 22/12/2022 ને ગુરુવાર ના દિવસે અમદાવાદ મણિનગર ખાતે “અખિલ હિંદ મહિલા પરિષદ” મણિનગર શાખાના મહિલા સભ્યોના લાભાર્થે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના 150 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો.
જેમાં “બાલાજી હોરીઝોન વિમેન્સ હોસ્પિટલ” તરફથી સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. શ્રેયા આયંગર પટેલ તથા ચક્ષુ નિષ્ણાંત ડૉ. જયદત્ત પટેલ દ્વારા ઉપસ્થિત બહેનો ને માહિતી આપવામાં આવી .
સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. શ્રેયા આયંગર પટેલ દ્વારા સ્ત્રીઓમાં ચાલીસી વટાવ્યા પછી કેવા કેવા પરિવર્તનો આવે છે અને તે માટે તેમણે કેવા પ્રકારની કાળજી રાખવી, સ્ત્રીઓમાં થતા અલગ અલગ પ્રકારના કેન્સરને અટકાવવા કેવા પ્રકારની સાવધાનીઓ રાખવી અને શું કાળજી રાખવી, વંધ્યત્વ થી પીડાતા લોકોને કઈ સારવાર કરવાથી માતૃત્વ ની પ્રાપ્તિ થઈ શકે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
નેત્ર સર્જન ડૉ. જયદત્ત પટેલ દ્વારા આંખોની તંદુરસ્તી માટે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, આંખો માં કેટલા પ્રકારની અને કેવી કેવી તકલીફો આવી શકે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન, આવા રોગથી પીડાતા દર્દીઓ એ પોતાની આંખોની સુરક્ષા માટે શું શું કાળજી રાખવી તેની વિસ્તૃત માહિતી આપી હતી.
“બાલાજી હોરીઝોન વિમેન્સ હોસ્પિટલ” સાયન્સ સિટી તરફથી ડૉ. શ્રેયા આયંગર પટેલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને તેમની હોસ્પિટલમાં પરામર્શ તથા સોનોગ્રાફી ફ્રી તથા સારવાર રાહત દરે કરી આપવામાં આપવાની જાહેરાત કરી.
અમો અખિલ હિંદ મહિલા પરિષદ નો આભાર વ્યક્ત કરીએ છીએ.
આભાર
ડૉ. શ્રેયા આયંગર પટેલ (મો.98250 43168)
ડૉ. પ્રિયદત્ત પટેલ (મો. 99094 96027)
બાલાજી હોરીઝોન વિમેન્સ હોસ્પિટલ
ત્રીજો માળ, સત્યમેવ એમિનેન્સ, પાણીની ટાંકીની બાજુમાં, સાયન્સ સિટી, સોલા, અમદાવાદ.