આજ રોજ તારીખ 28/08/2022 ને રવિવારના દિવસે ગામ – નંદાસણ તા.જી. – મહેસાણા ખાતે સ્ત્રીરોગ વિષય ઉપર સેમીનારનું આયોજન કરેલ હતુ.જેમાં ગામ નંદાસણ તથા આસપાસમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બહેનો તથા દંપતિઓએ ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં “બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ” સાયન્સ સીટી અમદાવાદ તરફથી ડૉ. પ્રિયદત્ત પટેલ (ગાયનેકોલોજીસ્ટ) મો.નં. – 99094 96027 દ્ધારા સ્ત્રીરોગ, સ્ત્રીઓમાં થતા અલગ અલગ પ્રકારના કેન્સર તથા વંધત્વ પર માર્ગદર્શન આપવામાં આવ્યુ.
સેમીનારમાં ભાગ લીધેલ બહેનો તથા દંપતિઓને ડૉ. પ્રિયદત્ત પટેલ દ્ધારા તેમની અમદાવાદ સાયન્સ સીટી ખાતે આવેલ “બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ” માં મફત સોનોગ્રાફી તથા સ્ત્રીરોગ ને લગતી દરેક સારવાર રાહત દર પર કરી આપવાની ખાત્રી આપી.
અમે આભારી છીએ ડૉ. હિતેન પ્રજાપતિ, સુપ્રિન્ટેન્ડન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નંદાસણ તથા તેમની સંપૂર્ણ ટીમના કે જેઓએ કાર્યક્રમ ને સફળ બનાવવા તેમનો સંપૂર્ણ સાથ સહકાર આપ્યો.
આભાર
“બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ“
સત્યમેવ એમીનન્સ, ત્રીજો માળ, પાણીની ટાંકી પાસે, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ