કલોલ ખાતે નિ:સંતાનપણા તથા સ્ત્રીરોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન
આજ રોજ તારીખ 18/09/2022 ને રવિવારના દિવસે “બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ”. સાયન્સ સીટી અમદાવાદ તથા “વરદાન વુમન્સ હોસ્પિટલ” કલોલ દ્ધારા નિ:સંતાનપણા તથા સ્ત્રીરોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરેલ હતુ. જેમાં મુ.પો. કલોલ (જિ. ગાંધીનગર) શહેરમાંથી મોટી સંખ્યામાં બહેનો તથા દંપતિઓએ ફ્રી કેમ્પનો લીધો હતો.
આ કાર્યક્રમમાં “બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ” સાયન્સ સીટી અમદાવાદ તરફથી ડૉ. પ્રિયદત્ત પટેલ (ગાયનેકોલોજીસ્ટ – IVF સ્પેશિયાલિસ્ટ, લેપ્રોસ્કોપી સર્જન) મો.નં. – 99094 96027 દ્ધારા કેમ્પમાં સ્ત્રીરોગ, સ્ત્રીઓમાં થતા અલગ અલગ પ્રકારના કેન્સર તથા વંધત્વ (નિ:સંતાનપણા) ઉપર નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
કેમ્પ માં ભાગ લીધેલ બહેનો તથા દંપતિઓને ડૉ. પ્રિયદત્ત પટેલ દ્ધારા તેમની અમદાવાદ સાયન્સ સીટી ખાતે આવેલ “બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ” માં મફત સોનોગ્રાફી તથા સ્ત્રીરોગ ને લગતી દરેક સારવાર રાહત દર પર કરી આપવાની ખાત્રી આપવામાં આવી.
અમે આભારી છીએ ડૉ. જિમેશ પટેલ (ગાયનેકોલોજીસ્ટ) “વરદાન વુમન્સ હોસ્પિટલ” કલોલ તથા તેમની સંપૂર્ણ ટીમના કે જેઓએ કાર્યક્રમ ને સફળ બનાવવા તેમનો સંપૂર્ણ સાથ સહકાર આપ્યો.
આભાર ડૉ. પ્રિયદત્ત પટેલ ડૉ. શ્રેયા આયંગર પટેલ મો.નંબર :- 97234 31544 “બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ” સત્યમેવ એમીનન્સ, ત્રીજો માળ, પાણીની ટાંકી પાસે, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ